સુરતમાં રોજેરોજ ગુનેગારો બેફામ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં રોજેરોજ ગુનેગારો બેફામ
ડીંડોલીમાં કાયદો-વ્યવસ્થાને પડકારતી વધુ એક જીવલેણ હુમલાની ઘટના
હુમલાખોરોએ એક યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો

સુરતમાં રોજેરોજ ગુનેગારો બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે સુરતના ડીંડોલી વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાને પડકારતી વધુ એક જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. અજાણ્યા હુમલાખોરોએ એક યુવક પર ચપ્પુ વડે હુમલો કરી યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયો હતો.

સુરતના ડીંડોલી વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ યુવકની પીઠના ભાગે ચપ્પુના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતાં. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, તો બનાવને લઈ ડીંડોલી પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ અને ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *