ભાવનગર શહેરમાં રહેણાંકી વિસ્તારમાં સીએનજી પંપ નાખવાથી નુકસાન
સ્થાનિકોમાં આગ અને વિસ્ફોટનો ભય
ભાવનગર શહેરમાં રહેણાંકી વિસ્તારમાં સીએનજી પંપ નાખવાથી થતા નુકસાન અને મુશ્કેલીઓ અસંખ્ય છે, આગ અને વિસ્ફોટનો ભય સીએનજી ઉચ્ચ દબાણે સ્ટોર થાય છે. લીકેજ કે અકસ્માત સમયે આગ/વિસ્ફોટ નું જોખમ રહે છે. રહેણાંકી વિસ્તારમાં નુકસાન વધુ થાય છે
ભાવનગર શહેરમાં રહેણાંકી વિસ્તારમાં CNG પંપ નાખવાથી ગેસ લીકેજ વાલ્વ કે પાઇપલાઇનમાં ખામી સર્જાય તો ગેસ લીક થાય ત્યારે CNG હવા કરતા હળવો છે પણ બંધ જગ્યાએ ભરાય તો જોખમી છે. ટ્રાફિક જામ અને પંપ પર રીક્ષા, કાર, બસની લાંબી લાઈનો લાગે સોસાયટીના મુખ્ય રસ્તા બ્લોક થાય છે. 24 કલાક અવરજવરના કારણે એમજ રાત્રે પણ વાહનો આવે એટલે લોકોની ઊંઘ અને શાંતિ ખોરવાય છે તેમજ પાર્કિંગ સમસ્યા પંપની બહાર વાહનો આડેધડ પાર્ક થાય એટલે સ્થાનિક રહીશોને તકલીફ પડે છે. અવાજનું પ્રદૂષણ, કોમ્પ્રેસર મશીન 24 કલાક ચાલે સાથે વાહનોના હોર્ન અને એન્જિનનો અવાજ ખૂબ આવે છે.
કંપન હેવી કોમ્પ્રેસર ચાલે ત્યારે આજુબાજુના ઘરોમાં હલકું કંપન અનુભવાય તેમજ મિલકત અને જીવનધોરણ પર અસર થવાની સાથે શાંતિ ભંગ થતા સોસાયટીનો રહેણાંકી માહોલ કોમર્શિયલ થઈ જાય અને બાળકોની સલામતી વાહનોની વધુ અવરજવરથી બાળકોને રમવા માટે બહાર નીકળવું જોખમી બને છે. PESO એટલે પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનના નિયમ મુજબ CNG પંપ માટે રહેણાંકી મકાનથી ઓછામાં ઓછું 6 મીટર વધારે હોવું જોઈએ ઘણી જગ્યાએ આ નિયમ પળાતા નથી..
