અરેઠ તડકેશ્વર કિમ-માંડવી રોડ પર અકસ્માત

Featured Video Play Icon
Spread the love

અરેઠ તડકેશ્વર કિમ-માંડવી રોડ પર અકસ્માત
રાત્રે અંદાજે 2 વાગ્યાની આસપાસ એક ગંભીર અકસ્માત
ટ્રકના વાહન ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા મકાનના ઘૂસી

અરેઠ તડકેશ્વર કિમ-માંડવી રોડ પર રાત્રે અંદાજે 2 વાગ્યાની આસપાસ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રકના વાહન ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા એક આદિવાસી પરિવારના મકાનના ઘૂસી ગઈ.

પ્રાપ્તમાહિતી અનુસાર ટ્રક નંબર GJ-18 AV9981 ના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રોડની બાજુમાં આવેલ એક આદિવાસી પરિવારના મકાનમાં ઘૂસી ગઈ હતી. જેમાં રસ્તામાં કપચીના ઢગલા પરથી કૂદીને સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અંદર ઘરમાં ઘૂસી જવા પામી હતી. ટ્રકે મકાનની દીવાલ તોડી નાખતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ રાત્રિના સમયે ઘરમાં સુતેલા પરિવારના બે સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે શિફા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલ સ્થાનિક પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *