સુરતમાં ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી
બાઈક ચાલકોને ઉતરાણ પોલીસે સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યા
સુરતમાં ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બાઈક ચાલકોને ઉતરાણ પોલીસે સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યા હતાં.
ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં પોલીસે બાઈક ચાલકોની સેફટી ને ધ્યાનમાં રાખી બાઈક પર સેફટી ગાર્ડ લગાવી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી છે. સુરતની ઉતરાણ પોલીસ સ્ટેશન ખાતે ગાડીમાં સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતાં. અને બાઈક ચાલકોને ચેતવણી અપાઈ હતી. ઉતરાયણમાં પતંગની દોરી ગળામાં ન આવે તે માટે બાઈકમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતાં.
