ગુજરાતમાં બીએલઓ શિક્ષક અરવિંદ વાઢેરના આપઘાતને લઈને કોંગ્રેસની પ્રતિક્રિયા
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આપી પ્રતિક્રિયા
શિક્ષકોમાં બીએલઓ ની કામગીરી સામે ભારે રોષ
ગુજરાત રાજ્યના શિક્ષણ જગતને હચમચાવી દેતી એક અત્યંત દુઃખદ ઘટના ગીર સોમનાથના કોડીનારમાં સામે આવી છે. ચૂંટણીલક્ષી કામગીરીના અસહ્ય ભારણ અને માનસિક તણાવને કારણે એક શિક્ષકે આજે 21 નવેમ્બર ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે.
ગુજરાતમાં ચૂંટણીલક્ષી કામગીરીના અસહ્ય ભારણ અને માનસિક તણાવને કારણે ત્રણ દિવસમાં બે શિક્ષકના મોતથી રાજ્યના શિક્ષક સંઘો અને રાજકીય પક્ષો તરફથી તંત્ર પર દબાણ વધ્યું છે, જ્યારે શિક્ષકોમાં BLO ની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઈ વાઢેરે જીવન ટૂંકાવ્યું છે. મૃતક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં તેમણે SIR ની કામગીરીના તણાવનો ઉલ્લેખ કર્યો છે. બીએલઓની મૌતની ઘટનાને પગલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે, જ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં જ BLOની કામગીરીના ભારણને કારણે શિક્ષકનું મોત થયું હોય તેવી આ બીજી ઘટના છે. અગાઉ કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું BLOની કામગીરી દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.
કોડીનારના દેવળી ગામના વતની અને છારા કન્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઈ વાઢેરની આત્મહત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં તેમણે સ્પષ્ટપણે SIRની કામગીરીના તણાવને જ આ અંતિમ પગલાનું કારણ ગણાવ્યું છે. અરવિંદભાઈ વાઢેર વર્ષ 2010થી શિક્ષક તરીકે સેવામાં હતા અને હાલમાં તેઓને BLO (બુથ લેવલ ઓફિસર) તરીકેની કામગીરી સોંપવામાં આવી હતી. સુસાઇડ નોટમાં તેમણે લખ્યું છે કે, તેઓ SIRની કામગીરીથી કંટાળી ગયા હતા અને તેના કારણે ઊભા થયેલા અસહ્ય માનસિક તણાવને લીધે આ પગલું ભર્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
