સુરતના અલથાણ પોલીસ મથકમાં પુર્વ પ્રેમી ઉપર ફરિયાદ
મોડલના વિડીયો અને ફોટા ઈન્સ્ટાગ્રામ પર વાયરલ
પુર્વ પ્રેમી મિતેશ જૈન વિરૂદ્ધ મોડેલએ ફરિયાદ નોંધાવી
સુરતના અલથાણ પોલીસ મથકમાં એક મોડેલ દ્વારા પુર્વ પ્રેમી પર ફરી ફરિયાદ કરાઈ છે જેમાં મોડલના વિડીયો અને ફોટા ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કરી ધમકી અપાઈ હોવાનુ જણાવાયુ હતું.
સુરત અલથાણ પોલીસ મથકમાં મોડેલ દ્વારા પુર્વ પ્રેમી પર ફરિયાદ કરાઈ છે. મોડેલએ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે તેના વિડિયો અને ફોટા ઈન્સાટાગ્રામ પર પુર્વ પ્રેમીએ વાયરલ કરવાની સાથે મોડલને એસિડ એટેકની ધમકી આપી હતી. હાલ આ બાબતે અલથાણ પોલીસે તપાસ આરંભી છે. અને જણાવ્યુ હતુ કે મોડેલનો આ કેસમાં નિવેદન લેવામાં આવશે. તમામ પુરાવા એકત્રિત કરવામાં આવશે અને મોડલ દ્વારા આપવામાં આવેલો વીડિયોની ચકાસણી કરવામાં આવશે. તો આ અગાઉ પણ પુર્વ પ્રેમી મિતેશ જૈન વિરૂદ્ધ મોડેલએ અલગ અલગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનુ સામે આવ્યુ છે.
