રાજકોટમાં આત્મીય યુનિવર્સિટી ખાતે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા.

Featured Video Play Icon
Spread the love

રાજકોટમાં આત્મીય યુનિવર્સિટી ખાતે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા.
પાકિસ્તાની નાગરિકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય નાગરિકતા આપી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગઇકાલે કચ્છ અને મોરબીની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જે બાદ મોરબીથી નીકળી તેઓ રાજકોટ સર્કિટહાઉસ ખાતે પહોંચ્યા હતા, અહીં રાત્રી રોકાણ કર્યું હતું. પોલીસ અધિકારીઓ, રાજકોટના પદાધિકારીઓ, રાજકોટના એડવોકેટ સાથે સંવાદ બાદ રાજકોટ રેન્જ સાયબર પોલીસ મથક જે હાલ સુધી રેન્જ આઈજીની ઓફિસમાં ચાલતું હતું, તેમનું જામનગર રોડ પર બનેલ નવા પોલીસ મથકનું અનાવરણ કર્યું અને સાથે શહેર અને ગ્રામ્ય પોલીસ મથકમાં નવા બનેલ પોલીસ લાઈનના આવાસોનું ઈ-લોકાર્પણ પણ કર્યું તેમજ રાજકોટ અને મોરબીમાં લાંબા સમયથી વસવાટ કરતા 180થી વધુ પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા

રાજકોટમાં સાયબર પોલીસ સ્ટેશન અને પોલીસ લાઈનના લોકાર્પણ બાદ તેઓ કાલાવડ રોડ પર આવેલ આત્મીય યુનિવર્સિટી ખાતે રાજકોટ અને મોરબીમાં લાંબા સમયથી વસવાટ કરતા 180થી વધુ પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા પછી રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં લોકદરબાર યોજાયો અને આમંત્રિત અરજદારોના પ્રશ્નો રૂબરૂ સાંભળ્યા પછી ધારાસભ્ય, સંગઠનના પદાધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે મિટિંગ કરી અને લગભગ બપોરના 1 વાગ્યા આસપાસ પોલીસ કમિશ્નર કચેરીથી હીરાસર એરપોર્ટ જવા રવાના થયા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *