સુરત શહેરમાં ચેઇન અને મોબાઈલ સ્નેચિંગ કરનાર રીઢાને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત શહેરમાં ચેઇન અને મોબાઈલ સ્નેચિંગ કરનાર રીઢાને ઝડપ્યો
આરોપી સાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ ઝાકીર શેખને ઝડપી પાડ્યો
વહેલી સવારે ચાલવા નીકળતા લોકોને ટાર્ગેટ કરતા હતા રીઢા

સુરત શહેરમાં વહેલી સવારે ચાલવા નીકળતા લોકોને ટાર્ગેટ કરી ચેઇન અને મોબાઈલ સ્નેચિંગ કરનાર રીઢા આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપી ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિવિધ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સુરત શહેરના પાલ, અડાજણ અને અઠવાગેટ વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં વહેલી સવારે ચાલવા નીકળતા લોકો પાસેથી સોનાની ચેઇન અને મોબાઈલ ફોનની ચીલઝડપ કરનાર આરોપી સાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ ઝાકીર શેખને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી પોલીસે સોનાનું પેન્ડન્ટ, ત્રણ મોબાઈલ ફોન અને એક એક્સેસ મોપેડ સહિત કુલ રૂપિયા 3 લાખ 38 હજાર 545નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *