ભાવનગર બોરતળાવ પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપયો

Featured Video Play Icon
Spread the love

ભાવનગર બોરતળાવ પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપયો
પોલીસે કુંભારવાડામાં પાડેલા દરોડામાં 69,000 થી વધુનો મુદ્દામાલ પડકયો

ભાવનગર બોરતળાવ પોલીસે કુંભારવાડામાં પાડેલા દરોડામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

ભાડાનું મકાન રાખીને ચાલતા વિદેશી દારૂના નેટવર્કનો પર્દાફાશ કરતા ભાવનગર બોરતળાવ પોલીસે બે શખ્સોને ઝડપી પાડી 69,000 થી વધુનો મુદ્દામાલ અને iPhone 13 જપ્ત કર્યા હતા. ભાવનગર શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે કુંભારવાડા વિસ્તારમાં દરોડા પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ભાવનગર રેન્જ IG આર.વી. અસારી અને SP નિતેશ પાંડેની સૂચના મુજબ બોરતળાવ પોલીસ સ્ટેશનના PI એચ.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે કુંભારવાડા, માઢીયા રોડ પર કિશોરભાઈ સરવૈયાનું મકાન ભાડે રાખીને બે શખ્સો વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે. પોલીસે આ સ્થળ પર રેઇડ કરતા સંજય ઉર્ફે સંદીપ દિનેશભાઈ કાંબડ અને વિશાલભાઈ ચંદુભાઈ ચુડાસમાની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં બોરતળાવ પોલીસ મથકના PI એચ.બી. ચૌહાણ સહિત સર્વેલન્સ સ્ટાફના જવાનો જોડાયા હતા. ભાવનગરના તમામ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *