સુરતમાં નાની નાની વાતોમાં પણ હુમલાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં નાની નાની વાતોમાં પણ હુમલાઓ
ડિંડોલીમાં ઘર માલિકે ભાડુઆતોને મારમાર્યો
ડિંડોલી પોલીસે મકાન માલિકની ધરપકડ કરી

સુરતમાં નાની નાની વાતોમાં પણ હુમલાઓ થતા હોવાના બનાવો વચ્ચે ડિંડોલીમાં ઘર માલિકે ભાડુઆતોને મારમાર્યો હોવાનો વડીયો વાયરલ થયા બાદ ડિંડોલી પોલીસે મકાન માલિકની ધરપકડ કરી હતી.

સુરતમાં નજીવી બાબતે પણ કેટલાક લોકો હુમલાઓ કરતા હોવાના વિડીયો સામે આવે છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં નજીવી બાબતે મકાન માલિકે ભાડુઆતો પર હુમલો કર્યો હતો. ઘરમાલિક અને ભાડુઆતો વચ્ચે ચાલેલી બોલાચાલી વચ્ચે ઉશ્કેરાયેલા ઘર માલિકે ભાડુઆતોને ઢોર માર માર્યો હતો જ ઘટનનો વિડીયો હાલ સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈ ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી મકાન માલિકને ઝડપી પાડ્યો હતો. અને પોલીસની પકડમાં આવ્યા બાદ મકાન માલિક માફી માંગવા લાગ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *