ભાવનગરમાં દાળપુરીની લારી ચલાવતા વેપારી પર હુમલો

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં દાળપુરીની લારી ચલાવતા વેપારી પર હુમલો
હુમલાખોરોએ લારીમાં તોડફોડ કરી
વેપારીને ધમકી આપ્યાની ઘટના સામે આવી
સમગ્ર મામલે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા

ભાવનગરમાં દાળપુરીની લારી ચલાવતા વેપારી પર હુમલો લારીમાં તોડફોડ ધમકીમાં બે આરોપી ઝડપાયા

ભાવનગર શહેરના વડવા પાદર દેવકી વિસ્તારમાં દાળપુરીની લારી ચલાવતા વેપારી પર ગાળો આપવાની ના પાડવા જેવી બાબતે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવમાં દર્શન ઉર્ફે પોન્ડો અને તેના ત્રણ અજાણ્યા મિત્રો દ્વારા વેપારીને ધોકા વડે માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. સાથે જ વેપારીની લારીમાં તોડફોડ કરી સામાન વેરવિખેર કર્યો હતો. ગત રર ઓક્ટોબરની રાત્રે સવા બાર વાગ્યાના અરસામાં કિરીટભાઈ ગોહેલ પોતાની દાળપુરીની લારી પર હાજર હતા. તે દરમિયાન દર્શન ઉર્ફે પોન્ડો ત્યાં આવી ગાળો આપવા લાગ્યો હતો. વેપારીએ ગાળો આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા દર્શને ધોકા વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ તેના ત્રણ મિત્રો પણ ત્યાં આવી વેપારીને માર મારવા લાગ્યા હતા. હુમલામાં ઈજાગ્રસ્ત વેપારીએ સર ટી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. હુમલા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપીને જતા રહ્યા હતા. આ મામલે નિલમબાગ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં દર્શનભાઈ અતુલભાઈ કોંડા અને પારસભાઈ સનાભાઈ ચુડાસમા નામના બે આરોપીઓને ઝડપી લીધા હતા જયારે આ બનાવમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *