અશ્વિનીકુમાર પોલીસે ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો
અશ્વિનીકુમાર રેલ્વે ટ્રેક પાસેથી 95 હજારનો ગાંજો ઝડપાયો
પંજાબના યુવાન પાસેથી 1.5 લાખથી વધુની મત્તા કબ્જે,
સુરતની અશ્વિનીકુમાર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગાંજા સાથેએકને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંગ ગહલૌત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર, મદદનીશ પોલીસ કમિશનર પીકે પટેલ ના માર્ગદર્શન હેઠળ પીઆઈ વીવી વાગડીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ પરમારની ટીમના એએસઆઈ મિલનને મળેલી બાતમીના આધારે રીક્ષામં બેસી અશ્વિનીકુમાર રેલ્વેપ ટરી પાસેથી ગાંજો લઈ પસાર થતા પંજાબના લખવિંદર ચરણસિંઘને ઝડપી પાડી તેની પાસેથી 95 હજારની કિંમતનો ગાંજો તથા અન્ય મત્તા મળી 1.5 લાખથી વધુની મત્તા પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
