સુરતના સચિન જીઆઈડીસી નજીક અકસ્માત સર્જાયો
હજીરા-પલસાણા રોડ પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
જો કે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.
સુરતના સચિન જીઆઈડીસી નજીક હજીરા-પલસાણા રોડ પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જો કે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.
સુરતના સચિન જીઆઈડીસી વિસ્તાર પાસે આવેલા હજીરા-પલસાણા રોડ પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું અને કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિનો કાબૂ સંભાળ્યો હતો. અકસ્માતમાં વાહનોને ભારે નુકસાન થયું હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
