અખાદ્ય પનીરને લઈને AMCના આરોગ્ય વિભાગની કાર્યવાહી
એનેલોગ પનીર મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને કરાઇ જાણ
6 એકમો અમદાવાદ મનપા બહારની હદમાં હોવાનો ખુલાસો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપાલ આરોગ્ય વિભાગે ગયા સપ્તાહે નકલી અને અખાદ્ય પનીરના છ એકમ ઝડપ્યા છે. જો કે કોર્પોરેશનની હદ બહાર મોટાભાગના એકમો હોવાતી વધુ કાર્યવાહી કરવા માટે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરાઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પનીરના મોટાભાગના એકમો અમદાવાદ મનપાની હદ બહાર હોવાનું જણાયું છે. જેના કારણે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ મામલે પત્ર લખીને જાણ કરવામાં આવી છે. AMCના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ગત સપ્તાહે ઝડપાયેલા પનીરના જથ્થામાં કુલ 6 જેટલા એકમો અમદાવાદ મનપાની હદ બહારના છે અને તેથી રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરાઇ છે.
AMCની અખાદ્ય પનીર મામલે મોટી કાર્યવાહી, નકલી એનેલોગ પનીરના છ એકમો ઝડપાતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરાઇ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપાલ આરોગ્ય વિભાગે ગયા સપ્તાહે નકલી અને અખાદ્ય પનીરના છ એકમ ઝડપ્યા છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
