સુરતના રાંદેરમાં ઓલ ઈન્ડિયા મેયર કાઉન્સિલિંગની બેઠક

Featured Video Play Icon
Spread the love

સુરતના રાંદેરમાં ઓલ ઈન્ડિયા મેયર કાઉન્સિલિંગની બેઠક
બેઠકમાં દેશના 37 જેટલા શહેરોના મેયરો ઉપસ્થિત રહ્યા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાજરી આપી

સુરતના રાંદેરમાં ચાલી રહેલી ઓલ ઈન્ડિયા મેયર કાઉન્સિલિંગની બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી.

સુરતના રાંદેર ખાતે ઓલ ઈન્ડિયા મેયર કાઉન્સિલિંગની બેઠકનુ આયોજન કરાયુ છે. રાંદેર ખાતે આયોજિત ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની 116મી કારોબારી સમિતિની બેઠકમાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. 13 અને 14 ડિસેમ્બર દરમિયાન યોજાનારી આ બેઠકમાં દેશના 37 જેટલા શહેરોના મેયરો ઉપસ્થિત રહ્યા છે. અને દેશભરના મેયરો સાથે ચર્ચા પણ કરી હતી. તો શનિવારે રાત્રે આ તમામ મહેમાન મેયરો માટે સુરતના ઐતિહાસિક કિલ્લા ખાતે વિશેષ ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તેઓ સુરતની ભવ્ય વિરાસત અને કિલ્લાની ઝાંખી નિહાળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *