અમદાવાદના મણિનગર રેલવે ફાટકના ટ્રાફિકથી શહેરીજનો મુક્ત થશે
દક્ષિણી, પુનિતનગર અને વિંઝોલ ક્રોસિંગ પર બનશે ઓવરબ્રિજ
એએમસી અને અમદાવાદ રેલવે ડિવિઝને લીધો નિર્ણય
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ દક્ષિણી રેલવે ફાટકને લઈ સૌથી મોટા અને વાહનચાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં મણિનગરના દક્ષિણી રેલવે ફાટક લાંબા સમયથી સ્થાનિક લોકો માટે ભારે પરેશાનીનું કારણ છે. દિવસના મોટા ભાગમાં ફાટક બંધ રહેવાના કારણે રોજિંદા ટ્રાફિક જામ સામાન્ય બાબત બની ગઈ હતી.
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ દક્ષિણી રેલવે ફાટકને લઈ સૌથી મોટા અને વાહનચાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણી રેલવે ક્રોસિંગ પરથી દરરોજ અંદાજે 270 થી 280 ટ્રેનો પસાર થાય છે, એટલે કે લગભગ દર 6 થી 8 મિનિટે એક ટ્રેન પસાર થાય છે, જેના કારણે ફાટક વારંવાર બંધ રહે છે, જોકે હવે મળશે રાહત, ખાસ કરીને એમ્બ્યુલન્સ, સ્કૂલ બસ અને ઓફિસ જતાં લોકો કલાકો સુધી અટવાતા હતા. જોકે હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. મણિનગર રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે રેલવે વિભાગ તરફથી સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. આ ઓવરબ્રિજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવશે. ઓવરબ્રિજનું બાંધકામ ચાલું રહેશે ત્યારે વાહનચાલકોને 3 થી 4 કિલોમીટર લાંબા ડાયવર્ઝનનો સહારો લેવો પડશે. એલ.જી. બ્રિજ અને અન્ય વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધશે. રસ્તા પર બેરિકેડિંગ થવાથી સ્થાનિક વેપારીઓના ધંધા પર પણ થોડી અસર પડશે. સાથે સાથે ખોદકામ અને મશીનરીને કારણે ધૂળ અને અવાજનું પ્રદૂષણ વધવાની શક્યતા છે.
દક્ષિણી રેલવે ક્રોસિંગ પરથી દરરોજ અંદાજે 270 થી 280 ટ્રેનો પસાર થાય છે. એટલે કે લગભગ દર 6 થી 8 મિનિટે એક ટ્રેન પસાર થાય છે, જેના કારણે ફાટક વારંવાર બંધ રહે છે. પરિણામે દિવસના 24 કલાકમાંથી લગભગ 20 કલાક ફાટક બંધ રહેતો હોવાથી ભારે ટ્રાફિક જામ સર્જાય છે. ઓવરબ્રિજ બન્યા બાદ મણિનગર, ઘોડાસર, ઈસનપુર અને વટવા વચ્ચેની કનેક્ટિવિટી વધુ સરળ અને ઝડપી બનશે. સતત ટ્રાફિક જામમાંથી લોકોને રાહત મળશે અને ઈમરજન્સી સેવાઓ સરળતાથી પસાર થઈ શકશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
