અમદાવાદ આરટીઇ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો.

Featured Video Play Icon
Spread the love

અમદાવાદ આરટીઇ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો.
રાજ્યભરમાં 84 હજારથી વધુ એડમિશન ફાળવવામાં આવશે.
અમદાવાદમાં 14 હજારથી વધુ બેઠકો પર એડમિશન ફાળવવામાં આવશે.

ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27માં 84 હજાર કરતા વધુ બેઠકો પર ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને ધો.1 માં પ્રવેશ માટે શનિવારથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહીનો પ્રારંભ થશે. આ કાર્યવાહી 17 એપ્રિલ સુધી ચાલશે. આ વખતે પ્રવેશ માટે વાલીઓ પાસે પાળી પસંદ કરવાની પણ તક મળશે.

ગતવર્ષ કરતા આ વખતે RTEની બેઠકોની સંખ્યામાં ઘટાડો થયો છે. ઉપરાંત આ વખતે પ્રાથમિકતામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. RTEમાં પ્રવેશ માટે આ વખતે ગુજરાતી માધ્યમની 41 હજાર કરતા વધુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા RTE અંતર્ગત ખાનગી શાળાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પ્રવેશ આપવા માટેની જાહેરાત કરાઈ હતી. ખાનગી શાળાઓમાં ગયા વર્ષે પ્રવેશ મેળવેલા કુલ વિદ્યાર્થીઓના 25 ટકા જેટલી બેઠકો પર ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે, જેના પગલે ચાલુ વર્ષે 84 હજાર કરતા વધુ બેઠકોમાં પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગયા વર્ષે 94 હજાર જેટલી બેઠકોમાં પ્રવેશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા RTEના પ્રવેશની જાહેરાત બાદ વાલીઓને જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરવા માટે પુરતો સમય આપ્યો હતો. જેથી હવે શનિવારના રોજથી RTEમાં પ્રવેશ માટે વાલીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. જેમાં 17 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલુ વર્ષની વાત કરીએ તો પ્રવેશ કાર્યવાહીમાં ગુજરાતી માધ્યમની 41411 બેઠકો, અંગ્રેજી માધ્યમની 40262 બેઠકો, હિન્દી માધ્યમની 2235 બેઠકો અને અન્ય માધ્યમની 320 બેઠકો માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચાલુ વર્ષે RTEની પ્રવેશમાં કેટલાક ફેરફાર જોવા મળ્યો છે. જેમાં આ વખતે વાલીઓને સ્કૂલની પાળી પસંદગીની પણ તક મળશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *