જૈન સાધુઓ અને સાધ્વીઓની પગપાળા વિહાર દરમિયાન અકસ્માત

Featured Video Play Icon
Spread the love

જૈન સાધુઓ અને સાધ્વીઓની પગપાળા વિહાર દરમિયાન અકસ્માત
સાધ્વીઓના મોતને લઇ સુરતમાં મૌન રેલી

જૈન સાધુઓ અને સાધ્વીઓના પગપાળા વિહાર દરમિયાન એકસીડન્ટ માં મૃત્યુ પામતા હોવાથી સુરતમાં મૌન રેલી કાઢવામાં આવી હતી. અને જૈન સમુદાયે માંગ કરી હતી કે ફાસ્ટ-ટ્રેક કોર્ટ દ્વારા દોષિતોને કડક સજા આપવામાં આવે અને સાધુઓ અને સંતોના રક્ષણ માટે કાયદો બનાવવામાં આવે.

મધ્યપ્રદેશના રેવામાં એક કથિત રીતે સુનિયોજિત માર્ગ અકસ્માતમાં આચાર્ય વિદ્યાસાગર જી મહારાજના શિષ્યો દિગંબર જૈન સમુદાયના બે સાધ્વીઓ, શ્રુતમતી માતાજી અને ઉપશમ માતાજીના મૃત્યુ અને રાજકોટ જિલ્લાના ચોટીલામાં એક માર્ગ અકસ્માતમાં પંન્યાસ શ્રી ઓમકારશેખર વિજય જી મહારાજના મૃત્યુના વિરોધમાં સુરતમાં એક મૌન રેલી કાઢવામાં આવી હતી. સમગ્ર જૈન સમુદાયે આ ઘટનાઓને ગંભીર ગણાવીને દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. તેના પ્રતિભાવમાં, સુરત મેટ્રોપોલિટન વિસ્તારના દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી અને તેરાપંથી સમુદાયો સહિત સમગ્ર જૈન સમુદાયે શુક્રવારે સુરતમાં મૌન રેલીનું આયોજન કર્યું હતું. આ મૌન રેલી પાર્લે પોઈન્ટ સ્થિત સરગમ શોપિંગ સેન્ટરથી શરૂ થઈ કલેક્ટર ઓફિસ પહોંચી હતી જ્યાં પ્રતિનિધિમંડળે કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું. જૈન સમુદાય માંગ કરે હતી કે આ કેસના મુખ્ય આરોપીઓ અને ગુનામાં મદદ કરનારા તમામ લોકો પર ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને તેમને કડકમાં કડક સજા આપવામાં આવે. ભારત સરકાર પાસે એવી પણ માંગ કરવામાં આવી હતી કે તેઓ પગપાળા દેશભરમાં વિહાર કરતા સાધુઓ, સંતો અને સાધ્વીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક ખાસ કાયદો બનાવે, જેથી તેઓ સુરક્ષિત વાતાવરણમાં ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય હિતમાં યોગદાન આપી શકે. તો આ મૌન રેલીમાં સમગ્ર જૈન સમુદાયના તમામ સભ્યોને મોટી સંખ્યામાં જોડાયા હતા અને એકતા દર્શાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *