હરિયાલ ગામે છત પરથી પડતાં યુવાનનું મોત
કિષ્ના કોમ્પ્લેક્સમાંથી પટકાતાં યુવકનો કરુણ મોત
અરેઠ તાલુકામાં બિલ્ડિંગ પરથી પડતાં યુવકનું મોત
સુરત જિલ્લાના અરેઠ તાલુકાનાં હરીયાલ ગામે આવેલ કિષ્ના કોમ્પ્લેક્સ ની છત ઉપરથી નિચે પટકાતા એકનું મોત.
અરેઠ તાલુકાનાં હરિયાલ ગામે આવેલ એક ક્રિષ્ના કોમ્પ્લેક્સ ના છત ઉપરથી નિચે પટકાતા આશરે ૩૦ વર્ષીય અજાણ્યા યુવાનનુ મોત થતાં ત્યાં રહીશોમાં અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. જાણવાં મળતી માહિતી મુજબ માંડવીનાં કરંજ હરિયાલ ગામે કીમ-માંડવી હાઇવે નં.૬૫ ની બાજુમાં આવેલ કિષ્ના શોપિંગ સેન્ટર ના ચોથા માળનાં છત ઉપરથી નિચે પટકાતા એક અજાણ્યા યુવાનનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. મૃત્યુ પામનાર ના હાથે વસાવા લખેલ છે ત્યારબાદ તડકેશ્વર આઉટ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે ઘટનાં સ્થળ ઉપર આવી કાર્યવાહી હાથ ધરી મરણ જનારની લાશ પી.એમ. માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી…
