માંડવી ઉમરપાડા પોલીસ સ્ટેશન ખાતે ઇન્ડિયા મોમેન્ટ અંતર્ગત યોગા કાર્યક્રમ યોજાયો.

Featured Video Play Icon
Spread the love

માંડવી ઉમરપાડા પોલીસ સ્ટેશન ખાતે ઇન્ડિયા મોમેન્ટ અંતર્ગત યોગા કાર્યક્રમ યોજાયો.

આજરોજ ઉમરપાડા પોલીસ સ્ટેશન ખાતે ફિટ ઇન્ડિયા મુમેન્ટ અંતર્ગત ફીટનેસ કી ડોઝ,આધા ઘંટા રોઝ અભિયાનને અનુરૂપ માંગરોળ ડિવિઝનના ઉમરપાડા બિરસા મુંડા ભવન ખાતે યોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

યોગા કાર્યક્રમમાં ફિટનેસ અંગે જાગૃતિ લાવવા, શારીરિક તંદુરસ્તી વધારવા અને દૈનિક જીવનશૈલીમાં વ્યાયામનો સમાવેશ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સુરત ગ્રામ્યપોલીસ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ “સ્વસ્થ પોલીસ – સુરક્ષિત સમાજ” નો સંદેશ આપ્યો હતો.કાર્યક્રમ દરમિયાન વિભાગીય પોલીસ અધિકારી ડી.વાય.એસપી બી.કે. વનાર સાહેબની અધ્યક્ષતામાં ઉપસ્થિતિ રહી હતી. તેમજ ઉમરપાડા પોલીસ સ્ટેશનના પી.આઈ. સી.બી. ચૌહાણ તથા સ્ટાફ, માંડવી પોલીસ સ્ટેશનના પી.આઈ એ.એસ. ચૌહાણ તથા સ્ટાફ, તથા માંગરોળ પોલીસ સ્ટેશનના પી.આઈ.એમ.એચ.સોલંકી તથા સ્ટાફ તેમજ ઝંખવાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *