અરેઠ માનવતા મહેકાવતો કિસ્સો સામે આવ્યો
ગમ થયેલા 90 હજાર મૂળ માલિકને પરત કર્યા
અરેઠ તાલુકા પોલીસ તંત્ર દ્વારા રૂપિયા 90,000 ની ગુમ થયેલ રોકડ રકમ તેના મૂળ માલિકને પરત કરીને સહાનીય કામગીરી કરી છે
અરેઠમાં પોલીસને મળેલ 90,000 રૂપિયા પ્રામાણિકતા દાખવતા પોલીસને જાણ કરી હતી, તારીખ 11 જાન્યુઆરીના રોજ સવારે 10:00 કલાકની આસપાસ ગામની સીમમાં ટેકરા ઉપર પોતાના ઘરના ગોલા ઉપર રહેતા શૈલેષભાઈ મેર પોતાની મોટર સાયકલ લઈને ગામે કામ અર્થે ગયા હતા, આ દરમિયાન તેમણે નરેણ ગામના આશ્રમ ફરિયા ખાતે તેમના રૂપિયા 90 હજારનું રોકડ બંડલ પડી ગયું હતું, નરેણ ગામ ગામ આશ્રમ ફળિયામાં રહેતા નિલેશભાઈ ગામીત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને રોકડ રકમ નું બંડલ મળ્યું હતું તેમણે પ્રમાણિકતા દાખવીને નજીકને અરેઠ આઉટ પોસ્ટ જાણ કરી અને રૂપિયા જમા કરાવ્યા હતા અને અરેઠ પોલીસે તપાસ હાથ ધરીને રૂપિયા 90,000 ના મૂળ માલિક શૈલેષભાઈ પોપટભાઈ મેરને શોધી કાઢી તેમને આ રોકડ રકમ પરત કરી ખરેખર માનવીય અભિગમ દાખવ્યો હતો…
