સરથાણામાં ઇનોવા કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સરથાણામાં ઇનોવા કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
દારૂ વેચતા આરોપીની સરથાણા પોલીસે ધરપકડ કરી
3.92 લાખના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો

સુરતના સરથાણા વિસ્તારમાં ઇનોવા કારમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સરથાણા પોલીસે 198 નંગ દારૂની બોટલ-બીયર ટીન સહિત કુલ 3.92 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સરથાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હિતેનભાઈ ઉર્ફે સુરેશભાઈ સાબલપરાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પોતાની કબજાની ઇનોવા કારમાં પેટ્રોલિયમ મોલના પાર્કિંગમાં પરમિટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ કરતો હતો. પોલીસે ઇનોવા કારમાંથી અલગ-અલગ કંપનીની દારૂની નાની કાચની બોટલો અને બીયર ટીન મળી 198 નંગ એટલે કે 43.28 લીટર દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઝડપાયેલ દારૂની કિંમત 2 લાખ 91 હજાર 192 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય મુદ્દામાલ સહિત કુલ 3 લાખ 92 હજાર 111 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *