સુરતમાં દાગીનાની ચોરી કરનાર મહિલાઓની ટોળકી ઝડપાઈ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં દાગીનાની ચોરી કરનાર મહિલાઓની ટોળકી ઝડપાઈ
દુકાનોમાં જઈ વેપારીઓની નજર ચુકવી દાગીનાની ચોરી કરતી હતી
જોશના દેવીપુજક, સુનીબેન પુજક, ચકુબેન ઠાકોર,ધીરજ ઠાકોરની ધરપકડ

સુરતમાં આવેલ જ્વેલર્સોની દુકાનોમાં જઈ વેપારીઓની નજર ચુકવી દાગીનાની ચોરી કરતી મહિલાઓની ટોળકીને મુદ્દામાલ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે.

સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ અને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ દ્વારા શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અપાયેલી સુચના મુજબ ગત 15 જુલાઈ 2025ના રોજ મહિધરપુરા વિસ્તારમાં આવેલ ટાવેર રોડ પર ચોકસી બજારમાં શાહ ભરતકુમાર છોટાલાલ ચોકસી નામની જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવી ચાર મહિલાઓએ વેપારીની નજર ચુકવી દુકાનમંથી દાગીનાની ચોરી કરી હોય તેઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ઘરફોડ સ્કોડ દ્વારા હ્યુમન ઈન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સની મદદતી અમદાવાદ ગ્રામ્યના ધોળકા શહેરના મલાવ તળાવ પાસેથી જ્વેલર્સમાં ચોરી કરનાર ચાર મહિલાઓ જોશનાબેન વિજય રમણભાઈ દેવીપુજક, સુનીબેન અરજુનભાઈ રમણભાઈ દેવીપુજક, ચકુબેન ધીરજભાઈ દશરથ ઠાકોર અને ધીરજકુમાર દશરથ ઠાકોરને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબ્જે કરી તેઓનો કબ્જ મહિધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *