પાનોલી રેલવે સ્ટેશન પર મનુષ્યવધનો આરોપી રીઢો ચોર ઝડપાયો
રેલવે એલસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહી, આરોપી ઝડપાયો
પાનોલી રેલવે સ્ટેશનના ગુનામાં રીઢા ચોરની ધરપકડ
રેલવે પોલીસની મોટી કાર્યવાહી, મનુષ્યવધના ગુનાનો આરોપી ઝડપાયો
રેલ્વે એલસીબી અને એસઓજીની ટીમે ભરૂચ રેલ્વે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાનોલી રેલ્વે સ્ટેશન પર મનુષ્યવધનો ગુનો આચરનાર રીઢા ચોરને ઝડપી પાડ્યો હતો.
ગત 4 ઓગષ્ટના રોજ અશોક ગુર્જર રાજસ્થાનથી ટ્રેનમાં સુરત આવી રહ્યો હતો તે સમયે પાનોલી રેલ્વે સ્ટેશન પર રેલ્વે લાઈન ઉપર ટ્રેન ધીમી થતા અશોક ટ્રેનના દરવાજા પાસે મોબાઈલ વાપરતો હોય ત્યારે અજાણ્યાએ તેના હાથમાંથી મોબાઈલ ઝુંટવી લેતા તે ટ્રેનમાંથી પટકાતા ગંભીર ઈજાઓ થતા મોતને ભેટ્યો હતો. આ બનાવને લઈ રેલ્વે પોલીસે ગુનો નોંધી ચાલુ ટ્રેનમાં મોબાઈલ લુંટી લેનારાઓને ઝડપી પાડવા ઉપરી અધિકારીઓ દ્વારા અપાયેલી સુચનાને લઈ રેલ્વે એલસીબી અને એસઓજીની ટીમોએ ત્વરિત તપાસ હાથ ધરી મળેલી બાતમીના આધારે ચાલુ ટ્રેને મોબાઈલ લુંટી યુવાનને પાડી દઈ મોતને ઘાટ ઉતારવાના મનુષ્ય વધના ગુનામાં સંડોવાયેલા રીઢાઓ ઈશ્વર ઉર્ફે જહાંગીર ઉર્ફે સુનીલ બાગુલ અને રાકેશ રામદાસ વસાવાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
