કામરેજ : ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરાયું

Featured Video Play Icon
Spread the love

કામરેજ : ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરાયું
પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજમાં ભાજપ દ્વારા એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ

દેશ ના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે કામરેજના બશેરા સોસાયટીમાં આવેલા તેરાપંથ ભવન ખાતે રક્તદાન શિબિરનું ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આજના આ કાર્યક્રમમાં પ્રેરણા આપવા માટે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કક્ષાના તેમજ તાલુકા કક્ષાના ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સંગઠનના પદ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરી માનવતાનો સંદેશ આપ્યો છે સાથે સાથે જ આજના કાર્યક્રમમાં કામરેજના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પણ ઉપસ્થિત રહી સૌને સેવાકિયા પ્રવૃતિ માટે પ્રોત્સાહિત કર્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *