રાજકોટમાં શિક્ષણના ધામમાં નશાની મહેફિલ!

Featured Video Play Icon
Spread the love

રાજકોટમાં શિક્ષણના ધામમાં નશાની મહેફિલ!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ફરી મળી દારૂની ખાલી બોટલો
કન્વેન્શન હોલની બાજુમાં દારૂની બોટલો મળતા ઉઠ્યા સવાલ

રાજકોટની યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવવાના કિસ્સાએ કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નાર્થ મૂક્યો છે.

રાજકોટની યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવવાના કિસ્સાએ કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નાર્થ મૂક્યો છે. આ ઘટના યુનિવર્સિટીના કન્વેન્શન હોલની બરાબર બાજુમાં બની છે, જ્યાં ખુલ્લી જગ્યામાં દારૂની કેટલીક ખાલી બોટલો પડેલી જોવા મળી હતી. આ એક એવું સ્થળ છે જ્યાં સામાન્ય રીતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની અવરજવર હોય છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આખા કેમ્પસમાં CCTV કેમેરા અને સિક્યોરિટી ગાર્ડ્સની વ્યવસ્થા હોવા છતાં, કોઈક વ્યક્તિ અથવા જૂથ યુનિવર્સિટીની હદમાં પ્રવેશ કરીને દારૂની મહેફિલ માણી ગયું હોય તેવું સ્પષ્ટ દેખાય છે.

આ ઘટનાએ યુનિવર્સિટી તંત્રની સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા છતી કરી છે. સિક્યોરિટી કર્મચારીઓ અને કેમેરાનું નેટવર્ક માત્ર નામ પૂરતું છે કે શું, તેવા સવાલો ઉઠી રહ્યા છે. યુનિવર્સિટીમાંથી દારૂની બોટલો મળવાના કારણે શિક્ષણના આ પવિત્ર ધામમાં દારૂબંધીના કાયદાના ભંગ સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ હોવાનું સ્પષ્ટ થાય છે. આ બનાવને ગંભીરતાથી લઈને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગણી વિદ્યાર્થી સંગઠનો અને વાલીઓ દ્વારા કરવામાં આવી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *