ભાવનગર શહેરમાં કાર અકસ્માત સર્જાયો
સરદારનગરથી ભરતનગર જવાના માર્ગ પર અકસ્માત
ભાવનગર શહેરના સરદારનગરથી ભરતનગર જવાના માર્ગ પર આજે એક કાર અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, કડબ ભરેલો ટ્રક આગળ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સિંધુનગર સ્થિત દેવુમાના મંદિર નજીક કાર ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી.અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે અકસ્માત સર્જાતા આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થયા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક વ્યવસ્થા જાળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
