સુરત વરાછામાં બાઈક ચાલકે બાળકીને અડફેટે લીધી

Featured Video Play Icon
Spread the love

સુરત વરાછામાં બાઈક ચાલકે બાળકીને અડફેટે લીધી
બાળાને ઈજા થતા બાઈક ચાલક સામે આક્રોશ
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ

સુરતના વરાછા વિસ્તારમાં બાઈક ચાલકે બાળકીને અડફેટે લેતા બાળાને ઈજા થઈ હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા બાઈક ચાલક સામે આક્રોશ જોવા મળ્યો હતો.

સુરતના વરાછા વિસ્તારમાં બાઈક ચાલકે બાળકીને અડફેટે લીધી હતી. વરાછા વિસ્તારમાં મંગલદીપ સોસાયટી શેરી નંબર ત્રણમાં ઘર નજીક રમતા માસુમ બાળકીને બાઈક ચાલકે અડફેટે લીધી હતી. બાઈક ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે હેન્ડલ પર જ મોટા 2 શીટના બંડલ હોવાથી બાળક બાઈક ચાલકને દેખાયુ ન હતું. આ ઘટનામાં ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જેમાં બાળાને ખભાના ભાગે સામાન્ય ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે. તો આ ઘટના બાદ બાળકીના પરિવાર અને બાઇક ચાલક વચ્ચે સમાધાન થયું હતું. હાલ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સમર આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *