સુરતના ડાયરામાં માયાભાઈ આહીરનું મોટું નિવેદન.

Featured Video Play Icon
Spread the love

સુરતના ડાયરામાં માયાભાઈ આહીરનું મોટું નિવેદન.
ટેક્સ પેયર્સ મુદ્દે માયાભાઈ આહીરની વિવાદિત ટિપ્પણી.
પી.આઈ. જયરાજસિંહ ગઢવીના વિદાય સમારોહમાં બની ઘટના

સુરત શહેરમાં 3 દિવસ પહેલા તારીખ 2 જુલાઈએ યોજાયેલા પોલીસ વિભાગના એક નિવૃત્તિ કાર્યક્રમે હવે સામાજિક અને રાજકીય વિવાદનું રૂપ ધારણ કરી લીધું છે. હાલમાં જ પી.આઈ. તરીકે બઢતી મેળવીને સેવા નિવૃત્ત થનાર અધિકારી જયરાજસિંહ ગઢવીના વિદાય સમારોહ નિમિત્તે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરતમાં જયરાજસિંહ ગઢવીના વિદાય સમારોહ કાર્યક્રમમાં સુરત પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર લોકસાહિત્યકાર માયાભાઈ આહીર, લોકગાયક કીર્તિદાન ગઢવી અને લોકગાયિકા મૈથિલી ઠાકુર જેવા નામાંકિત કલાકારો હાજર હતા. જો કે, આ ડાયરા દરમિયાન માયાભાઈ આહીરે સામાન્ય નાગરિકો અને ટેક્સપેયર્સને લઈને એક ટિપ્પણી કરી હતી કે, ‘જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. ‘તમે અમારો પગાર ખાઓ છો…’ જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય એ બધા!’ તમે અમારો પગાર ખાઓ છો કહેનાર રેશનિંગના ઘઉં ખાતા હોય. આ નિવેદનની સામે સુરત આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘડે ઉગ્ર વિરોધ નોંધાવતા કહ્યું કે, ભાજપના બે નંબરના રૂપિયાઓ આવે છે, એટલે તમારા મોઢા સિવાઈ ગયા છે.

આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘડે જણાવ્યું હતું કે, માયાભાઈ, તમે જે કહો છો કે આ દેશના નાગરિકનો કે છોકરાના બાપુજીના ટેક્સના પૈસામાંથી, તો તમને કદાચ ખબર નહીં હોય કે આ દેશનો એક ભિખારી કે એક ગરીબમાં ગરીબ વ્યક્તિ જે ભીખ માંગીને ખાય છે, એમના બાળકને દૂધ પીવડાવે છે કે પાર્લે-જીનું બિસ્કિટ ખવડાવે છે, લે છે, એમાં પણ એ ટેક્સ ભરે છે. આવો તમને કોણે હક આપ્યો કે તમે આ દેશની યુવા પેઢીના બાપુજીને આવા ટેક્સના નામે તમે અપમાન કરી શકો છો ?

પૂર્વ કોર્પોરેટર ઉમેરતાં કહ્યું કે, તમારામાં તેવડ હોય તો તમે કેમ નથી બોલતા? આજના દિવસે જ્યારે એ વ્યક્તિ પોલીસની વિરુદ્ધમાં અવાજ ઉપાડે છે, ત્યારે સવાલ એ થાય છે કે શા માટે અવાજ ઉપાડ્યો?. આ દેશની અંદર, આ રાજ્યની અંદર ખાસ કરીને દારૂબંધી છે છતાં ઠેર-ઠેર દારૂના અડ્ડાઓ ચાલે છે, તો તમે કેમ સવાલ નથી કરતા?. તમારી પાસે ભાજપ સરકારના લોકોના બે નંબરના રૂપિયાઓ આવે છે એટલે તમારા મોઢા સિવાઈ ગયા છે. તમારે ભાજપની વાહ-વાહી કરવી પડે છે. યાદ કરો એ સમય કે જ્યારે ડાયરાના પ્રોગ્રામ બંધ થઈ ગયા ત્યારે ભાજપનો ખેસ કેમ પહેરવો પડ્યો હતો ?….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *