પાલિકાના કમિશનરને ધારાસભ્ય કુમાર કાનાણીનો પત્ર

Featured Video Play Icon
Spread the love

પાલિકાના કમિશનરને ધારાસભ્ય કુમાર કાનાણીનો પત્ર
કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ એક્ટિવીટી શરૂ થઈ
તાત્કાલિક બંધ કરાવવા સાથે પ્રાથમિક મુદ્દાઓ પર રજુઆત

સુરત મહાનગર પાલિકાના કમિશનરને ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખી રેસીડેન્સીયલ વિસ્તારોમાં કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ એક્ટિવીટી શરૂ થઈ હોય તેને તાત્કાલિક બંધ કરાવવા સાથે પ્રાથમિક મુદ્દાઓ પર રજુઆત કરી હતી.

લોકહિતના પ્રશ્નોને વાચા આપવાને લઈ લઈ ફરી એમએલએ કુમાર કાનાણી ચર્ચામાં આવ્યા છે. કુમાર કાનાણીએ સુરત મહાનગર પાલિકાના કમિશનરને પત્ર લખી જમીન સ્તર પરની હકીકત જણાવી હતી. સુરતના વરાછામાં રેસીડેન્સીયલ વિસ્તારમાં કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી શરૂ થઈ હોવાની વાત પત્રમાં જણાવી હતી. અને કહ્યુ હતુ કે રેસીડેન્ટ વિસ્તારમાં આ કામગીરીના કારણે લોકો મુશ્કેલીમાં હોવાનું પણ જણાવ્યું હતુ. આ ઉપરાંત સુરત શહેરમાં ભેળસેળિયા અને નકલી ખોરાક બનાવતા લોકો બેફામ બન્યા હોવાની પણ વાત તેમને પત્રમાં કરી હતી. તો બજેટમાં થતા વાયદાઓની વાત કાગળ પર જ હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મહિલાઓ માટે પિંક ટોયલેટ, તાપી નદી પર અશ્વનિકુમાર ફૂલપાડા અને ઉત્રાણને જોડતો રિવર બ્રિજ, શહીદ સ્મારક અને લાલ કિલ્લાના લાઈટ શોનું આયોજન, પાંચ પાંડવના ઓવારા તેમાં ત્રણ પાનના વડના વિકાસની વાતો તેમજ ચોમાસા દરમિયાન દર વર્ષે આવતા ખાડી પૂરના નિરાકરણની વાતો માત્ર ખાડી પર જ હોય તેવું તેમને જણાવ્યું હતુ. બીજી તરફ સ્માર્ટ સિટી મેગાસિટી સુરતમાં ખાડીના કારણે ગંદકી મચ્છર અને ખાડીપૂરનો ત્રાસ સુરત માટે શરમજનક હોવાનુ અને વરાછા વિસ્તારમાં હેલ્થ સેન્ટર, તરણકુંડ, કોમ્યુનિટી હોલ, ઓડિટોરિયમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવી દેવાયા બાદ તેની હાલત ખરાબ થતી હોવાની વાત પણ તેમને પત્રમાં કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *