સુરત લાલગેટ વિસ્તારમાં એસઓજીની કાર્યવાહી,
ઈ-સિગારેટ સાથે એક આરોપી ઝડપાયો
1 લાખના ઈ-સિગારેટ સાથે એક ઝડપાયો
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે લાલગેટ વિસ્તારમાંથી ઈ સિગારેટના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા નાર્કોટીક્સની બદીને દુર કરવા આપેલી સુચનાને લઈ એસઓજીના ડીસીપી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈની ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ જલુભા તથા અહેકો લાલાભાઈને મળેલી બાતમીના આધારે લાલગેટ વિસ્તારમાંથી જેસારામ કાલારામ ચૌધરીને 1 લાખની કિંમતના ઈ સિગારેટના જથ્થાને કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
