સુરત યુજીસીના નવા કાયદા સામે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજનો વિરોધ
યુજીસીમાં લાગુ કાળા કાયદાના આક્ષેપ સાથે બ્રહ્મ સમાજે કલેકટર કચેરીએ કર્યો વિરોધ
યુજીસીમાં લાગુ કરાયેલા નવા કાદયાને લઈ સુરમતાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ કરાયો હતો.
યુજીસીમાં લાગુ કરાયેલ નવા કાયદાનો સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ કરાયો હતો. સવર્ણના બાળકો અને તેમના ભવિષ્યની સુરક્ષા માટે ઊભા થયેલા સવાલેને લઈ યુજીસીમાં જાતિ વિષયક લાગુ કરાયેલ બિલમાં સુધારો કરવા માંગ કરાઈ છે. યુજીસીમાં સરકારે કાળો કાયદો લાગુ કર્યો છે તેવા આક્ષેપો સાથે મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે બ્રાહ્મણોએ એકત્ર થઈ વિરોધ દર્શાવ્યો હતો. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત દ્વારા સુરત કલેકટર થકિ રાષ્ટ્રપતિને આવેદન આપી રજૂઆત કરાઈ હતી. અને સવર્ણના બાળકોના ભવિષ્યને ધ્યાને લઈ કાયદામાં સુધારો કરવા માંગ કરી હતી. અને નવો કાયદો રદ કરાવવા આગામી દિવસોમાં બ્રાહ્મણ સહિત તમામ સુવર્ણ સમાજના આગેવાનો ભેગા થઈ રણનીતિ નક્કી કરીશું તેમ કહ્યુ હતું. યુજીસીમાં આ કાયદો લાગુ કરી સરકારે સવર્ણ સાથે અન્યાય કર્યો છે તેવા આક્ષેપો કરાયા હતાં.
