માંડવીમાં જૈન સંઘ દ્વારા મહાવીર ચોક અને ચબૂતરાનો લોકાર્પણ
આબોલ પક્ષીઓ માટે રૂપિયા 8 લાખના ખર્ચે ચબૂતરો બનાવ્યો.
માંડવી જૈન સંઘ દ્વારા મુખ્ય બજારમાં જૈન દેરાસરની સામે નવનિર્મિત મહાવીર ચોક અને કલાત્મક ચબૂતરાનું પૂજ્ય ગુરુ ભગવંતના હસ્તે મંત્રોચ્ચાર સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
માંડવી જૈન સંઘ દ્વારા મુખ્ય બજારમાં શાસન પ્રભાવક પ્રવચન કલાના મહારથી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રબોધચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના હસ્તે ચબૂતરો ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે જૈન સમાજના ટ્રસ્ટી ઓ, સંઘના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકાર્પણ પ્રસંગે સમગ્ર વિસ્તાર આકર્ષક રંગોળી થી સુશોભન કરવામાં આવ્યું હતું સંઘના સાત ઉદાર દાતાઓના આર્થિક સહયોગ થકી રૂપિયા 8 લાખના ખર્ચે ચબૂતરો નિર્માણ પામ્યો છે આ આકર્ષક ચબૂતરો માંડવીની એક નવી ઓળખ બનશે તેમજ અબોલ પક્ષીઓને સુરક્ષિત આશ્રય અને ચણ મળી રહે એવા ઉમદા આશય થી જીવ દયા ધામનું નિર્માણ કરી જૈન સંઘ દ્વારા ઉમદા કાર્ય કરેલ છે…..
