સમસ્ત હિરપરા પરિવાર ટ્રસ્ટ દ્વારા 9 નવમો પંચામૃત સમારોહ
મહિલા સશક્તિકરણ, ભવ્ય લગ્ન સમારોહ સાથે બિઝનેસ એક્ષપો
પ્રમુખ નરેન્દ્રભાઈ બાબુભાઈ હિરપરાએ વિગતવાર માહિતી આપી
સુરતમાં સમસ્ત હિરપરા પરિવાર ટ્રસ્ટ દ્વારા 9 નવમો પંચામૃત સમારોહ સાથે મહિલા સશક્તિકરણ, ભવ્ય લગ્ન સમારોહ સાથે બિઝનેસ એક્ષપો સહિતનુ ચાર જાન્યુઆરીના રોજ આયોજન કરાયુ હતું. જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
સુરતમાં સમસ્ત હિરપરા પરિવાર ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત નવમો સ્નેહમિલન સમારોહ સાથે મહિલા સશક્તિકરણ, ભવ્ય લગ્ન સમારો, બિઝનેસ એક્ષપો, વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ અને પરિવાર રત્ન એવોર્ડ સમારોહનુ આયોજન ચાર જાન્યુઆરી 2026 રવિવારના રોજ કરાયુ હતું. સુરતના મોટા વરાછા ખાતે આવેલ નાયરા પેટ્રોલ પંપ આગળ લક્ષ્મીવાડી રામવાડી ફાર્મમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સમસ્ત હિરપરા પરિવારના આગેવાનો, મોભીઓ સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. તો આ કાર્યક્રમમાં બે યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતાં. સાથે ધોરણ 1 થી 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓનુ સન્માન કરાયુ હતું. અને સમસ્ત હિરપરા પરિવારના અભ્યાસ કરતા દરેક બાળકોને નોટબુકો આપી પ્રોત્સાહિત કરાયા હતાં. તો આ સ્નેહમિલન સમારોહ, લગ્ન સમારોહ અને બિઝનેસ એક્ષ્પોમાં સમસ્ત હિરપરા પરિવાર ટ્રસ્ટ સુરત તરફથી પરિવારના દરેક ભાઇઓ-બહેનોને હાજર રહ્યા હોય કાર્યક્રમ અંગે પ્રમુખ નરેન્દ્રભાઈ બાબુભાઈ હિરપરા સહિતનાઓએ વધુ માહિતી આપી હતી.
