જામનગરમાં 31st ના રોજ દારૂ પીધેલા સામે કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

જામનગરમાં 31st ના રોજ દારૂ પીધેલા સામે કાર્યવાહી
પોલીસ દ્વારા વિવિધ સ્થળો પર ચેકીંગ કરાયું
100 જેટલા પીધેલાઓને પકડી કાર્યવાહી કરી

જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન મુજબ 31 ડિસેમ્બરની જામનગર જીલ્લાના નાગરીકો શાંતિમય માહોલમાં ઉત્સાહભેર ઉજવણી કરી શકે તે અનુસંધાને પોલીસ દ્વારા સુચારૂ આયોજન કરી વિશેષ પોલીસ અધિકારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી પીધેલાઓને પકડી પાડ્યા છે

જામનગર જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણી બંદોબસ્તમાં જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની અધ્યક્ષતામાં 4 ડીવાયએસપી 24 પીઆઇ અને 35 પીએસઆઇ મળી કુલ 63 પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાન/ગ્રામ્ય રક્ષક દળ તથા ટ્રાફિકના પોલીસ સ્ટાફ મળી કુલ 600 કર્મચારી સહિત જામનગર જીલ્લામાં આશરે 700 પોલીસ અધિકારીઓ તથા કર્મચારી સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્તમાં બોડી બોર્ન કેમેરા, બ્રિથ એનાલાઇઝરનો ઉપયોગ કરી પીધેલાઓને પકડી પાડ્યા છે જે દરમિયાન 30 જેટલા પ્રોહિબિશન અને 100 જેટલા પીધેલાઓને પકડી કાર્યવાહી કરી છે

31 ડિસેમ્બરની ઉજવણી અન્વયે બંદોબસ્તમાં પ્રોહીબિશનની પ્રવૃત્તિને સદંતર ડામવા 206 બોડી બોર્ન કેમેરા તેમજ 52 બ્રિથ એનાલાઝરનો ઉપયોગ કરીને તેમજ ચેક પોસ્ટ પર સઘન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી અને તથા જાહેર રોડ ઉપર પસાર થતા વાહન ચાલકોને ચેક કરી નશો કરનાર ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉજવણી બંદોબસ્ત અનુસંધાને જિલ્લામાં 8 ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવેલ અને ચેક પોસ્ટ ખાતે સઘન વાહન ચેકીંગ પણ હાથ ધરાયુ હતું …કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *