સુરતના ગોડાદરામાં રૂપિયાની લેતી દેતીમાં હત્યાના આરોપી ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

સુરતના ગોડાદરામાં રૂપિયાની લેતી દેતીમાં હત્યાના આરોપી ઝડપાયા
એક કિશોર સહિત વધુ ત્રણ આરોપીઓને ઝડપ્યા
શુભમ ઉર્ફે સની કાલિયા અને મંગલ ઉર્ફે વિક્કી યાદવ અને સગીરને ઝડપ્યા

સુરતના ગોડાદરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં માથાભારે બુટલેગર શિવા ટકલા કરેલી હત્યાના બનાવમાં એક કિશોર સહિત વધુ ત્રણ આરોપીઓને ગોડાદરા પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં 1 ડિસેમ્બરે બનેલા ડબલ મર્ડરકાંડમાં મુખ્ય આરોપી કુખ્યાત બુટલેગર શિવા ટકલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ગોડાદરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ આ કેસમાં સતત દોડધામ કરી રહી છે. ત્યારે ગોડાદરા પોલીસે આ ડબલ હત્યાકાંડમાં સંડોવાયેલા ત્રણ લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં શુભમ ઉર્ફે સની કાલિયા અને મંગલ ઉર્ફે વિક્કી યાદવ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુનામાં સંડોવાયેલા એક સગીર વયના બાળકિશોરને પણ પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવ્યો છે. જોકે, મુખ્ય સૂત્રધાર શિવા ટકલા હજુ પણ પોલીસને હાથતાળી આપી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *