ભાવનગરમાં મદરેસાની જગ્યામાં મેગા ડિમોલિશન

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં મદરેસાની જગ્યામાં મેગા ડિમોલિશન
અકવાડા પાસે ગેરકાયદેસર મદરેસા પર ફર્યું તંત્રનું બુલડોઝર
જાહેર રસ્તા પર ગેરકાયદેસર મદરેસાનું ડિમોલિશન

ભાવનગરમાં દાદાનું મદરેસાની જગ્યામાં ઉભા થયેલા ગેરકાયદે બાંધકામમાં બૂલડૉઝર ફરી વળ્યુ છે. ગેરકાયદે દબાણો હટાવવું અભિયાન ફરી એકવાર ભાવનગરમાં શરૂ થયુ છે. આજે વહેલી સવારથી ભાવનગરમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઇ હતી, જેમાં શહેરના અકવાડાથી તરસમિયા રોડ પર આવેલી ગેરકાયદે મદરેસાને તોડી પડાઇ હતી.

ભાવનગરમાં મદરેસાની જગ્યામાં ઉભા થયેલા છ ફ્લેટ, આઠ હોસ્ટેલ રૂમને પણ દૂર કરવામાં આવ્યા હતા. પાલિકાએ આ મેગા ડિમૉલિશન દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચાર જેસીબી, ત્રણ હિટાચી મશીનની મદદથી સમગ્ર કામગીરી પુરી કરી હતી, આમાં 1500 ચોરસ મીટર જગ્યા ખૂલ્લી કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી જ ભાવનગરમાં અકવાડા મદરેસામાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે. શહેરની અકવાડા મદરેસા ટીપી રોડ નીકળતો હોવાથી અહીં થયેલા ગેરકાયદેસર બાંધકામો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ઘોઘા રોડથી અધેવાડા સુધી 24 મીટર ટીપી રોડ પરથી દબાણો હટાવાઈ રહ્યા છે. તેથી મહાનગર પાલિકાના વિશાળ દબાણ હટાવ અભિયાન અંતર્ગત દારુલ ઉલુમ મદરેસા વિસ્તારમાંથી 1500 ચો.મી દબાણ દૂર કરવામાં આવ્યું.

મદરેસાની જગ્યામાં ડિમોલિશન કામગીરીમાં ચાર JCB, બે હિટાચી સહિત વાહનો સાથે કાર્યવાહી શરૂ કરાઇ હતી. અકવાડા વિસ્તારમાંથી 6 ફ્લેટ અને 1 હોસ્ટેલના રૂમ પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત સાથે LCB, SOG સહિત વિભાગોની ટીમો તૈનાત રાખવામાં આવી હતી. દબાણ હટાવી 1500 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. મનપાના દબાણ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મનપાના અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ વિભાગોની ટીમોએ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *