સુરતના માંડવીમાં ગેરકાયદે રેતીખનન ઉપર દરોડા
ભૂસ્તર વિભાગઈ 2.5 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો
રેતી ઉલેચતી બે નાવડી અને 10 ડમ્પર સહિતનો મુદ્દામાલ સીઝ્ડ
સુરત ભૂસ્તર વિભાગના બે રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને ખનીજ વિભાગની ટીમ દ્વારા માંડવીના જાખલામાં તાપી નદી પટમાં રેડ પાડી 10 ડમ્પર ટ્રક તથા રેતી ઉલેચતી બે નાવડી સહિતનો રૂ.2.5 કરોડનો મુદ્દામાલ કબજે કરતાં રેતી અને માટી માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.
સુરત ભૂસ્તરશાસ્ત્રી પ્રવીણ ખાંભલાની ચૂચના અન્વયે રોયલ્ટી ઇન્સ્પેક્ટર રોહિતસિંહ જાદવ તથા ડી.એન.પ્રજાપતિ સહિત ભુસ્તર વિભાગનો કાફલો માંડવી બારડોલી રોડ પર આવેલા જાખલા ગામે પહોંચ્યો હતો. જ્યાં તાપી નદી પટ્ટ વિસ્તારમાં આકસ્મિક રેડ કરતાં રેતી માફિયા અને ટ્રક ડ્રાઈવરોમાં ભાગદોડ મચી ગઈ હતી. આ બનાવમાં સ્થળ ઉપરથી બે એકેવટર મશીન અને 10 ડમ્પર ટ્રક બિન અનધિકૃત સાદી રેતી ખનીજનું વહન કરતા ઝડપાઈ ગઈ હતી. એ સાથે રૂ.2.5 કરોડનો મુદ્દામાલ સીઝ કરાતાં રેતી માફિયાઓ ભૂગર્ભમાં ઊતરી ગયા અને ફફડાટ વાપી જવા પામ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે, માંડવી તાલુકાના કાકરાપાર, બલાલતીર્થ સહિતનાં ગામોમાં ગેરકાયદે રેતીખનન, ઝંખવાવ રોડ પર આવેલ દેવગઢ ના આસપાસનાં ગામો માં માટીખનન અને અરેઠ તાલુકાના વિસ્તારમાં પણ મોટા પાયે માટી અને મોરમનું બિન અધિકૃત ખોદકામ થાય છે. જેનાથી સરકારની તિજોરીને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
