સુરત : નેપાળના ‘બ્લેકઆઉટ’માં ફસાયેલા સુરતીઓનો ભયાનક અનુભવ
ચારે બાજુ આગ, કર્ફ્યૂની પરિસ્થિતિમાંથી નીકળવું અશક્ય હતું’
ભાવનગરના 43 યાત્રાળુ પરત ફર્યા
હાલ નેપાળમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ત્યાં ફસાયેલા 20 જેટલા પ્રવાસીઓની વ્હારે સુરતના સાંસદ મુકેશ દલાલ આવ્યા છે.
નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી અને હિંસાને કારણે ભાવનગરના 43, અમદાવાદના 9 અને રાજકોટના 50થી 55 સહિત ગુજરાતના 300થી વધુ લોકો નેપાળમાં ફસાયા છે. આ તમામ લોકોને સ્થાનિક હોટલો અને વૃદ્ધાશ્રમોમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ વચ્ચે નેશનલ બેન્કના ડિરેક્ટર તેમના પરિવાર સહિત 20 લોકોએ વીડિયો કોલ દ્વારા સુરતના સાંસદ મુકેશ દલાલ સાથે વાતચીત કરી હતી અને ત્યાંની ભયાવહ પરિસ્થિતિ વર્ણવી હતી.
