આણંદ નવાખલમાં 7 વર્ષની બાળકીના હત્યાકાંડમાં મોટો ખુલાસો
બાળકીના કાકાનો મિત્ર જ આરોપી હોવાનું સામે આવ્યું.
આરોપીએ તાંત્રિક વિધિ માટે બાળકીની હત્યા કર્યાની આશંકા.
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં પાંચ વર્ષીય બાળકનું અપહરણ અને હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. નવાખલ ગામની તુલસી સોલંકી ગતરોજ સાંજે મંદિરે રમવા જવાનું કહી ઘરેથી નીકળી હતી, પરંતુ ઘેર પાછી ન ફરતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. ત્યારબાદ પરિવારે પોલીસને જાણ કરી હતી.
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં પાંચ વર્ષીય બાળકનું અપહરણ અને હત્યાની ઘટનામાં પોલીસે શકમંદને પકડતા સમગ્ર બનાવ તાંત્રિક વિધિનો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. બાળકીને કાકાના મિત્રે ભુવાના કહેવાથી બલિ ચડાવી હતી અને સિંઘરોટ નદીમાં ફેંકી દીધી હતી. પોલીસે NDRFની મદદથી નદીમાં શોધખોળ હાથ ધરી છે. તુલસીના પરિવારજનો દ્વારા મંદિરે અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તે ક્યાંય મળી ન આવી. આખરે, પરિવારજનોએ આંકલાવ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, ઘટનાએ સમગ્ર નવાખલ ગામ અને આસપાસના વિસ્તારોમાં શોક અને આક્રોશ ફેલાવ્યો છે. નિર્દોષ બાળકીની તાંત્રિક વિધિ માટે બલિ આપવાની આ ઘટના માનવતાને શરમાવે છે. તપાસ દરમિયાન તુલસીના કાકાના મિત્ર અજય પઢિયાર શંકાની સોય ગઈ હતી. પોલીસે તેને અટકાયત કરી સઘન પૂછપરછ કરતાં અજય પઢિયાર ભાંગી પડ્યો હતો અને કબુલાત કરી કે, તે તાંત્રિક વિધિ માટે ભુવા પાસે ગયો હતો. સંતાન પ્રાપ્તિ માટે ભુવાએ તાંત્રિક વિધિ માટે બાળકીની બલિ આપવા કહ્યું હતું. અજય પઢિયારે બાળકી તુલસીનું બાઈક પર અપહરણ કરીને ઉમેટા લઈ ગયો હતો. ત્યાં તેણે તાંત્રિક વિધિ માટે બાળકીની હત્યા કરી હતી અને ત્યારબાદ બાળકીની લાશને સિંઘરોટ નાની નદીના બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધી હતી…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
