દાહોદ : માં પાર્વતી નગરમાં કળશ યાત્રા કાઢવામાં આવી
જય ઘોષ ના નારા થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું
હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનો ખૂબ જ મહત્વ હોય છે
માં પાર્વતી નગરમાં ભક્તોની ભીડ ઉમટી પડી
શ્રાવણ માસમાં દર વખતની જેમ આ વર્ષે કળશ યાત્રા
ગત વર્ષની તુલનામાં આ વર્ષે હરિદ્વારમાં શિવ ભક્ત કાવડિયાઓની સંખ્યા વધુ છે. હરિદ્વારમાં દરરોજ લાખોની સંખ્યામાં દેશના અલગ-અલગ પ્રદેશોમાંથી કાવડ યાત્રા માટે કાવડિયા પહોંચી રહ્યાં છે. ત્યારે શ્રાવણ માસ ના અવસર પર મા પાર્વતીનગરના રહિશો દ્વારા કળશ યાત્રા કાઢવામાં આવી
શ્રાવણ માસ દરમિયાન સમગ્ર દેશમાં મહાદેવના ભક્તો દ્વારા પૂજા કરવામાં આવતી હોય છે ત્યારે મહાદેવ ના શિવલિંગ પર અભિષેક ની ખૂબ જ મહત્વ જોવા મળતુ હોય છે, ત્યારે સમગ્ર વર્ષ દરમિયાન શ્રાવણ માસનું ખૂબ જ ખાસ મહત્વ હોય છે ત્યારે શિવ ભક્તો આ શ્રાવણ માસમાં મહાદેવની પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે મા પાર્વતી નગર ના રહીશો દ્વારા શ્રાવણ માસમાં કળશ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં રામાપીર મંદિરથી લઈ મા પાર્વતી નગર માં આવેલ મનકામેશ્વર માં કળશમાં ભરેલ જલ દ્વારા શિવલિંગ નું અભિષેક કરવામાં આવ્યો હતું, જેમાં મહિલાઓ અને બાળકો દ્વારા ઢોલ ની તાલે રાજી ખુશીથી નાચી ગાઈ મંદિર પર પહોંચી, બમ બમ ભોલે, હર હર મહાદેવ, જય મહાકાલ, જય મનકામેશ્વર જેવા નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું….
