સુરતમાં ચોમાસા દરમિયાન ભુવા પડવાના યથાવત

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ચોમાસા દરમિયાન ભુવા પડવાના યથાવત
કતારગામ આંબા તલાવડી વિસ્તારમાં ભુવો પડતા વાહન ચાલકો હેરાન
સ્થાનિકોએ તાત્કાલિક રીતે ભુવાનું રિપેરિંગ થાય તેવી માંગ કરી

સુરતમાં ચોમાસા દરમિયાન ભુવા પડવાના યથાવત હોય તેમ કતારગામ આંબા તલાવડી વિસ્તારમાં ભુવો પડતા વાહન ચાલકો હેરાન થયા હતાં.

સુરતમાં વરસાદે વિરામ લીધો ત્યાં હવે ભુવા દેખાવા લાગ્યા છે. સુરતના કતારગામમા આવેલ આંબા તલાવડી વિસ્તાર મસ મોટો ભુવો પડ્યો હતો. ઝીલ પાર્ક વિભાગ એક નંબર ગેટ ઉપર ભયંકર ભુવો પડ્યો હતો જેને લઈ સ્થાનિકોએ તાત્કાલિક રીતે ભુવાનું રિપેરિંગ થાય તેવી માંગ કરી હતી. ભુવાની અંદર ગટર લાઇનનું પાણી વહેતું થયું છે જેથી મસ મોટો ભુવો અકસ્માત નોતરે તેવી ભીતિ સ્થાનિકોની સતાવી રહી છે સાથે ગટરનું પાણી પીવાના પાણી લાઈન સાથે ભળશે તો રોગચાળો વકરશે તેવી પણ શંકા વ્યક્ત કરી હતી. ત્યારે શહેરમાં ખાડારાજ અને ભૂવાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હોય સુરત મહાનગર પાલિકાના મેયર, કમિશ્નર અને અધિકારીઓ જાગો તો સારુ તેમ લોકો કહી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *