સુરતના સચિનમાં ફાયરિંગ વીથ લૂંટનો પ્રયાસ
જ્વેલર્સએ પ્રતિકાર કરતા બે ગોળી મારી જ્વેલર્સની હત્યા કરી
ઘટનાના વિરોધમાં વેપારીઓએ ઘટનાને વખોડી કાઢી બંધ પાડ્યો
સુરતના સચીન ખાતે જ્વેલર્સમાં થયેલી લુંટ વિથ મર્ડરની ઘટનાના વિરોધમાં વેપારીઓએ ઘટનાને વખોડી કાઢી બંધ પાડ્યો હતો અને પુરતી સુરક્ષા આપવા માંગ કરી હતી.
સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સીધી તરાપ ગુનેગારોએ માર્યો છે. સુરતના સચીન વિસ્તારમાં જ્વેલર્સમાં ઘુસી ચાર લુંટારૂઓએ લુંટનો પ્રયાસ કર્યો હતો જેમાં જ્વેલર્સએ પ્રતિકાર કરતા બે ગોળી મારી જ્વેલર્સની હત્યા કરી નાંખી હતી તો લુંટ વિથ મર્ડરના ગુનાને અંજામ આપી ભાગી રહેલા લુંટારૂઓમાંથી એકને લોકોએ પકડી બરાબરનો મેથીપાક આપી પોલીસને સોંપ્યો હતો. ત્યારે આ લુંટ વીથ મર્ડરની ઘટનાને ળઈ વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને વેપારીઓએ બંધ પાડીને ઘટનાનો વિરોધ કરી પુરતી સુરક્ષા આપવાની માંગ કરી હતી.
