સુરતમાં ફરી ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રિય

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ફરી ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રિય
ડુમસ ખાતે ચડ્ડીબનિયાનધારી ગેંગ સીસીટીવીમાં કેદ
ચડ્ડી બનીયાનધારી ગેંગને લઇ સ્થાનિકોમાં ડરનો માહોલ
વિડિઓમાં પાંચ જેટલા સભ્યો ફરતા નજરે પડ્યા

 

સુરતમાં ફરી ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યુ છે. સુરતના છેવાડાના કહેવાતા ડુમસ વિસ્તારમાં ચડ્ડી બનીયાનધારી ગેંગ રાત્રીના સમયે ફરતી કેમેરામાં કેદ થઈ છે જેને લઈ સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો નાઈટ પેટ્રોલિંગ કરતા પોલીસની કામગીરી સામે શંકાઓ ઉભી થઈ રહી છે.

સુરતમાં ગુનેગારોનો આતંક રોજેરોજ જોવા મળી રહ્યો છે. ત્યારે ચડ્ડી બનીયાનધારી ગેંગ રાત્રે ફરતી હોવાનો વિડીયો આવ્યો છે. સુરતના છેવાડાના વિસ્તાર એવા ડુમસ ખાતે ચડ્ડીબનિયાનધારી ગેંગ સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતના ડુમસ ખાતે આવેલ બ્રાહ્મણ ફળિયામાં રાત્રીના સમયે ચડ્ડી બનિયાનધારી ગેંગના પાંચ જેટલા સભ્યો ફરતા નજરે પડ્યા હતાં. જે વડીયો હાલ સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ડુમસ વિસ્તારના લોકોમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ફરતી હોવાની વાતને લઈ ડર જોવા મળ્યો હતો. તો નાઈટ પેટ્રોલિંગ કરતી પોલીસ આ ગેંગ સામે શુ પગલા લેશે તે જોવુ રહ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *