સુરતના ભેસ્તાનમાં ચોરી કરવા આવેલો ચોર પહેલા માળેથી કૂદ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતના ભેસ્તાનમાં ચોરી કરવા આવેલો ચોર પહેલા માળેથી કૂદ્યો
ભાગવા જતાં પગમાં ફ્રેક્ચર થયું
ચોરને મદદ કરવી યુવકને પડી ભારે!
સારવાર માટે સિવિલ લઈ ગયો ત્યાં યુવકનો જ મોબાઈલ ચોરાયો

સુરતના ભેસ્તાનમાં ચોરી કરવા આવેલો ચોર મોબાઈલ ચોરીને ભાગવા જતાં પહેલા માળેથી કૂદી પડ્યો હતો જેથી તેને પગમાં ફ્રેક્ચર થયું હતું જો કે યુવકે માનવતા દાખવી ચોરને સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો, પરંતુ ત્યાં ભલાઈ કરવા ગયેલા યુવકનો જ મોબાઈલ ચોરાઈ ગયો હતો.

સુરતના ભેસ્તાન ડાયમંડ મીની પાર્કમાં મધરાત્રે ચોરીની ઘટના બની હતી. ઊંઘી રહેલા કારીગર પ્રદીપ પટેલ અને તેના મિત્રના મોબાઈલ ચોરીને ભાગી રહેલો ચોર પ્રદીપ પટેલ સહિતનાઓ જાગી જતાં ગભરાઈ ગયો હતો. અને ચોરે પહેલા માળેથી છલાંગ લગાવતા તેના પગમાં ગંભીર ફ્રેક્ચર થયું હતું. લોકોએ તેને ઝડપી પોલીસને સોંપ્યો હતો. જો કે, પ્રદીપ પટેલે માનવતા દાખવી પોલીસ ફરિયાદ કરવાનો ઈન્કાર કર્યો હતો અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત ચોરને નવી સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. પરંતુ અહીં તો હદ થઈ ગઈ ઈમરજન્સી વિભાગમાં સારવાર દરમિયાન કોઈ અજાણ્યો શખસ પ્રદીપનો જ મોબાઈલ ચોરી ગયો હતો. આખરે ભલાઈ કરવા ગયેલો પ્રદીપ પોતે જ ચોરીનો ભોગ બન્યો અને હતાશ થઈ ઘરે પરત ફર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *