સચીન જીઆઈડીસી વિસ્તારમાં ડિગ્રી વગર બોગસ ડોક્ટર ઝડપાયા
સચીન જીઆઈડીસી પોલીસે ઝડપી પડી કાર્યવાહી હાથ ધરી
એન્કર
સચીન જીઆઈડીસી વિસ્તારમાં ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જીંદગી સાથે ચેડા કરતા 4 બોગસ ઉંટવૈદ્યોને સચીન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વીઓ: સુરતના સચીન જીઆઈડીસી વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર 4 જેટલા ઉંટવૈદ્યો જેમાં રામબહાદુર અભીબરન વર્મા, આશીષ રામસાગર મોર્યા, નોરોટોમ સુરેશ બૈરાગી અને મહેન્દ્ર શ્યામરાઓ પવારને ઝડપી પાડ્યા હતાં. સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીરની સૂચના બાદ સુરત પોલીસ દ્વારા હાલ નકલી ડોક્ટરો સામે એક ડ્રાઈવ હાથ ધરાઈ છે ત્યારે સચીન જીઆઈડીસી પોલીસે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ સાથે સંકલન કરીને અલગ-અલગ ક્લિનિકમાં એકસાથે દરોડા પાડ્યા હતાં. તો પોલીસે ઝડપેલા આરોપીઓમાં નોરોટોમ 10 સુધી જ્યારે રામબહાદુર બીએ, આશીષ મોર્યા આયુષ્માન પેરા મેડિકલ જ્યારે મહેન્દ્ર પવાર બીઈએમએસ નો અભ્યાસ કર્યો હોવાનુ સામે આવ્યુ છે. હાલ તમામ સામે સચીન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
