સુરત ચેમ્બર ઓફ કોમર્સના વંદે આયુકોન-3 કાર્યક્રમમાં એવોર્ડ વિવાદ
બોગસ ડોક્ટર તરીકે પકડાયેલા ઈસમને અપાયો આયુર્વેદ સેવા રત્ન એવોર્ડ
57થી વધુ આયુર્વેદિક ડિગ્રીધારી તબીબોએ એવોર્ડ સામે ઉઠાવ્યા સવાલ
તબીબોના વિરોધ બાદ આયુર્વેદ સેવા રત્ન એવોર્ડ પરત ખેંચાયો
એવોર્ડની પસંદગીને લઈને ચેમ્બર ઓફ કોમર્સમાં વિવાદ સર્જાયો
સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સના વંદે આયુકોન-3 કાર્યક્રમમાં એવોર્ડને લઈને વિવાદ ઊભો થયો હોય તેમ બોગસ ડોક્ટર તરીકે અગાઉ પકડાયેલા ઈસમને આયુર્વેદ સેવા રત્ન એવોર્ડ અપાયો હોવાનો 57થી વધુ આયુર્વેદિક ડિગ્રીધારી ડોક્ટરોએ આક્ષેપ કરતા એવોર્ડ પરત લેવાયો હતો.
સુરતમાં વંદે આયુકોન-3 કાર્યક્રમમાં અપાયેલા એવોર્ડને લઈને વિવાદ સર્જાયો છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં એક ઈસમને આયુર્વેદ સેવા રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો, જેને લઈને 57થી વધુ આયુર્વેદિક ડિગ્રીધારી ડોક્ટરોએ સવાલો ઉઠાવ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે નવસારી એસઓજી દ્વારા અગાઉ બોગસ ડોક્ટર તરીકે પકડાયેલા ઈસમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ મામલે ડોક્ટરોએ નવી દિલ્હીની એનસીઆઈએસએમ સમક્ષ લેખિત ફરિયાદ પણ કરી છે. એવોર્ડ માટે નામોની પસંદગીમાં આયોજકોએ યોગ્ય ચકાસણી કરી હતી કે નહીં, તે અંગે હવે સવાલો ઊભા થયા છે. ત્યારે વિવાદ વધતા ડોક્ટર પાસેથી એવોર્ડ પરત લેવાયો હતો.
