મોતીતળાવ વિસ્તારમાં જૂની અદાવતે યુવાન પર જીવલેણ હુમલો

Featured Video Play Icon
Spread the love

મોતીતળાવ વિસ્તારમાં જૂની અદાવતે યુવાન પર જીવલેણ હુમલો
તિક્ષણ હથિયારોના ઘા ઝીંકી બે શખ્સો ફરાર ઈજાગ્રસ્ત
યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

ભાવનગર શહેરના મોતીતળાવ મોગલ માતાના મંદિર પાસે રહેતા એક યુવાન પર જૂની અદાવતને લઈને બે શખ્સોએ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ જતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના મોતીતળાવ મોગલ માતાના મંદિર પાસે રહેતા અને મજૂરી કામ કરતા મયુર પ્રફૂલભાઈ મકવાણા ઉંમર વર્ષ ૨૦ ના ભાઈ નિકુલને થોડા દિવસ પહેલા છોકરી મામલે આજે વિસ્તારના શખ્સો સાથે માથાકૂટ થઇ હતી આ વાતની હુમલાખોરો એ દાઝ રાખી હતી દરમ્યાન આજે બપોરે મયુર જમવા માટે ઘરે આવ્યો હોય ત્યારે બે શખ્સો તિક્ષણ હથિયારો સાથે ધસી આવ્યા હતા અને મયુર પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત માયુરને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અંગે હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *