સૃષ્ટિ મહિલા મંડળીએ સફળતાપૂર્વક ૫ વર્ષ પૂર્ણ કરી ૬ઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો

Featured Video Play Icon
Spread the love

સૃષ્ટિ મહિલા મંડળીએ સફળતાપૂર્વક ૫ વર્ષ પૂર્ણ કરી ૬ઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો
રાજપૂત સમાજની વાડી ખાતે કેક કાપી ભવ્ય ઉજવણી કરાઈ
​

સૃષ્ટિ મહિલા મંડળી (સૃષ્ટિ બેંક) દ્વારા પોતાની સફળતાપૂર્વકની કામગીરીના ૫ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં રાજપૂત સમાજની વાડી ખાતે એક વિશેષ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૃષ્ટિ બેંકના પ્રમુખ દિવ્યાબેન પટેલ અને ઉપપ્રમુખ મનીષાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સભ્યો સાથે મળીને કેક કાપીને આ વિશેષ દિવસની ધામધૂમથી ઉજવણી કરી હતી.
​
કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રમુખ અને પ્રતિનિધિઓએ વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, “આજે સૃષ્ટિ મહિલા મંડળી પોતાના ૫ વર્ષ પૂર્ણ કરીને ૬ઠ્ઠા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે. આ તકે સંસ્થા સાથે જોડાયેલા સૌ સહકારી પરિવાર, શુભેચ્છકો અને સભ્યો આપણી સાથે ઉપસ્થિત રહીને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, જે આપણા માટે અત્યંત ગૌરવની બાબત છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ પાંચ વર્ષની સફળ, યશસ્વી અને ગૌરવપૂર્ણ સફર પાછળ સંસ્થાના તમામ સભ્યોનો નિષ્ઠાપૂર્વકનો સહકાર અને સહયોગ રહ્યો છે. લોકોના વિશ્વાસ અને સહયોગના પરિણામે જ બેંક આજે આર્થિક ક્ષેત્રે મજબૂત સ્થાન હાસલ કરી શકી છે. સંસ્થાની આર્થિક સિદ્ધિઓ: પાંચ વર્ષના ટૂંકા ગાળામાં સંસ્થાએ નોંધપાત્ર નાણાકીય સફળતા મેળવી છે: બૅન્કની કુલ મૂડી: સંસ્થાની મૂડી વધીને રૂ. ૨૮ કરોડ સુધી પહોંચવામાં સફળતા મળી છે.કુલ ધિરાણ (લોન): સંસ્થા દ્વારા રૂ. ૧૮ કરોડ જેટલું ધિરાણ પૂરું પાડવામાં આવ્યું છે.

​કાર્યક્રમના અંતે પ્રમુખ દિવ્યાબેન પટેલ અને ઉપપ્રમુખ મનીષાબેન પટેલ સહિત સમગ્ર બેંક પરિવાર તરફથી તમામ ગ્રાહકો, સહકારી મિત્રો અને શુભેચ્છકોનો દિલથી આભાર માનવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવી જ રીતે નિરંતર સાથ અને સહયોગ મળી રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *