સુરતમાં એમ્બ્રોઇડરી વિવર્સનું એક દિવસનું બંધ
પાંડેસરા, ઉધના સહિતના વિસ્તારોમાં કામકાજ બંધ
એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં બંધને પગલે કામકાજ ઠપ્પ
સુરતમાં એમ્બ્રોઇડરીના વિવર્સ દ્વારા આજે એક દિવસના બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં પાંડેસરા, ઉધના, બમરોલી અને ભગવતી ઇન્ડસ્ટ્રીયલ સહિતના વિસ્તારોમાં એમ્બ્રોઇડરીનું કામકાજ બંધ જોવા મળ્યું હતું.
સુરતમાં એમ્બ્રોઈડરીના વિવર્સ દ્વારા એક દિવસનું બંધ પાળવામાં આવતા વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી. પાંડેસરા, ઉધના, બમરોલી અને ભગવતી ઈન્ડસ્ટ્રીયલ સહિતના વિસ્તારોમાં એમ્બ્રોઇડરીના વિવર્સ દ્વારા કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. બંધના પગલે ઔદ્યોગિક વિસ્તારોમાં એમ્બ્રોઇડરીના યુનિટો બંધ જોવા મળ્યા હતા અને કામકાજ પર પણ તેની અસર જોવા મળી હતી. વિવર્સ દ્વારા એક દિવસનું બંધ પાળવામાં આવતા વિવિધ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. પાંડેસરા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં પોલીસની હાજરી જોવા મળી હતી. સમગ્ર સ્થિતિ પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી હતી અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
